નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેઓ આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ મહિલાને સોંપશે. આજે જોવાનું એ રહેશે કે કોઈ એક મહિલાને તેઓ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપશે કે પછી અનેક મહિલાઓને. આ જ મામલે સરકારે સોશિયલ મીડિયા પર એવી અનેક મહિલાઓની કહાની શેર કરી જે સમાજ માટે પ્રેરણાદાયી રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મદોીએ લોકોને પણ આ રીતે મહિલાઓની કહાની પોતાની સાથે શેર કરવાનું કહ્યું હતું. પીએમ મોદીએ ગત મંગળવારે ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો હતો કે આ વખતે મહિલા દિવસે તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સોંપશે જેમણા જીવન અને કાર્ય આપણને હંમેશા પ્રેરિત કરે છે. તેનાથી તેમને લોકોને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે. 


તેમણે કહ્યું કે શું તમે એવી મહિલા છે કે પછી તમે કોઈ આવી પ્રેરણાદાયી મહિલાને જાણો છો? હેશટેગ #SheInspiresUS સાથે આવી કહાની શેર કરો. 


સરકારના ટ્વીટર હેન્ડલ MyGovIndiaથી આવી અનેક મહિલાઓની વાર્તા શેર કરાઈ છે. એવી અટકળો છે કે જે મહિલાઓની પ્રેરણાદાયક સ્ટોરી શેર કરાઈ છે તેમાંથી કોઈને પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાની તક મળશે. 


આવો એક નજર નાખીએ આવી જ કેટલીક મહિલાઓની કહાની જે અંગે સરકારે જાણકારી શેર કરી છે. 




B